બાળકો માટેની ઓટોમેટિક નાગરિકતા સમાપ્ત કરવાની ટ્રમ્પની યોજના

બાળકો માટેની ઓટોમેટિક નાગરિકતા સમાપ્ત કરવાની ટ્રમ્પની યોજના

બાળકો માટેની ઓટોમેટિક નાગરિકતા સમાપ્ત કરવાની ટ્રમ્પની યોજના

Blog Article

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ 47માં પ્રેસિજન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે, પરંતુ તેમનો વિજય માઇગ્રન્ટ કપલ અને ખાસ કરીને ભારતીયો માટે ચિંતાનું કારણ છે, કારણ કે ટ્રમ્પ બાળકો માટે ઓટોમેટિક સિટિઝનશીપના હકને સપ્તાહ કરે તેવી શક્યતા છે.

અમેરિકાના નવા પ્રેસિડન્ટ ટ્રમ્પની ટોચની પ્રાથમિક અમેરિકામાં જન્મતા બાળકોને મળતી ઓટોમેટિક સિટિઝનશીપનો અંત લાવવાની રહે તેવી ધારણા છે. સત્તાવાર ટ્રમ્પ-વેન્સ ઝુંબેશ સાઇટ પર પોસ્ટ કરાયેલી યોજના મુજબ ટ્રમ્પ કાર્યભાર સંભાળે તેના પ્રથમ દિવસે જ આ અંગેનો આદેશ જારી કરશે.

આ યોજનાની વિગતો ઝીણવટભર્યો અભ્યાસ કરીએ તો લાગે છે કે માત્ર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના બાળક માટે ઓટોમેટિક સિટિઝનશીપના દ્વાર બંધ થશે નહીં. આદેશના મુસદ્દા મુજબ માતાપિતામાંથી કોઇ એક અમેરિકના નાગરિક હશે અથવા કાયદેસરના નિવાસી હશે તો જ તેમના ભાવિ બાળકોને સિટિઝનશીપ મળશે. ટ્રમ્પના આ અંગેનો સૂચિત આદેશ ભારતીય ડાયસ્પોરા માટે એક મોટો આંચકો હશે. એક અંદાજ મુજબ અમેરિકામાં આશરે 48 લાખ ભારતીય રહે છે, જેમાંથી 34% અથવા 16 લાખનો જન્મ યુએસમાં થયો છે.

ગ્રીન કાર્ડ માટે કતારમાં રાહ જોઈ રહેલા ભારતીય યુગલો માટે બાળકોને જન્મના આધારે મળતી નાગરિકતા મોટી રાહત સમાન છે, જો તેઓ નહીં, તો ઓછામાં ઓછા તેમના બાળકોને ઇમિગ્રેશન મોરચે સ્થિરતાની ખાતરી મળે છે.

Report this page